"દાદાશ્રીને મળ્યા પહેલા, મારું આખું જીવન પૈસા કમાવવા માટે કેન્દ્રિત હતું. કદાચ આપણાં બધાનું પણ એવું જ હશે. ખરું કે નહીં ? આ અંકમાં સમાવિષ્ટ ‘લક્ષ્મી’ની આવન-જાવનનું તથ્ય સમજીએ - પૈસા કેવી રીતે કમાવાય, બુદ્ધિથી કે મહેનતથી ? કે પછી એવી કોઈ રીતે કે જે આપણી સામાન્ય સમજથી પામી શકાય એમ નથી. આપણને બધાને નફો ગમે છે પણ ખોટ ખાવી કોઈને ગમતી નથી. તો આ નફો-નુકસાનનું ગણિત શું છે ? દાદાશ્રીએ પોતાની ગહન દ્રષ્ટિ દ્વારા આના અજોડ સિદ્ધાંતો આપ્યા છે, જેમકે પૈસાનો યોગ્ય ઉપયોગ, વગેરે. નાબેલ આલ્ફ્રેડના જીવનમાં બનેલી એક વિચિત્ર અને ભૂલભરેલી ઘટનાથી એમની દ્રષ્ટિ બદલાઈ ગઈ અને એમણે પૈસાનો સદુઉપયોગ કરવાનું વિચાર્યું. તો, ચાલો આ “Learn” કરીએ અને જોડે યાદ રાખીએ કે “Learn” શબ્દમાં “earn” આવી જ જાય છે, એ બાય-પ્રોડક્ટ છે. "
Akram Youth Gujarati