"મિત્રો, આપણે બધાએ ક્યારેક તો વિચાર્યું જ હશે કે, “આવું મારી જોડે કેમ થયું ?” અભ્યાસમાં પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા પછી પણ ખરાબ ગ્રેડ આવે આથવા આપડી સખત મહેનત પછી પણ આપણી કદર ના થાય આમાં સંજોગો અને પરિસ્થિતિ અલગ અલગ હોઈ શકે, પરંતુ આ બધા માટેનું મૂળભૂત કારણ છે ‘અંતરાય’ (આવરોધો). પરમ પૂજ્ય દાદાશ્રીએ પોતાની આગવી શૈલીમાં ‘અંતરાય’ વિષે આપણને જાણકારી આપી છે અને માત્ર વિવિધ પ્રકારનાં અંતરાય કર્મ વિષે જ નહીં પરતું એ કેવી રીતે બંધાય છે અને શું પુરુષાર્થથી આપણે એમાંથી છૂટી શકીયે તેનું પણ માર્ગદર્શન આપ્યું છે. આ અંકમાં, આપણે ""અંતરાય કર્મ"" ને વધારે સારી રીતે સમજી શકીએ, એ માટે અમે એક નમ્ર પ્રયાસ કર્યો છે."
Akram Youth Gujarati