મનુષ્યના શરીરની તુલના એક ખૂબ જ પેચીદા મશીનથી કરી શકાય છે. જે પ્રકારે મશીન ઘણાં બધાં ઘટકોથી મળીને બને છે અને વ્યવસ્થિત રૃપમાં એકત્ર થઈને કામ કરે છે, એ જ પ્રકારે આપણું શરીર પણ અલગ-અલગ અંગોના સમૂહથી મળીને બન્યું છે. જો કોઈપણ એક અંગ કોઈ કારણવશ ખરાબ થઈ જાય અથવા કામ કરવાનું બંધ કરી દે, તો આપણા શરીરની બધી કાર્યપ્રણાલી બગડી જાય છે. જે પ્રકારે મશીનને સુગમતાથી ચલાવવા માટે, એને લાંબા સમય સુધી કામ કરવા યોગ્ય જાળવી રાખવા માટે એના દરેક ઘટકને સાફ કરવા જરૃરી છે, એ જ પ્રકારે જો આપણે પોતાના શરીરરૃપી મશીનને ઠીક રાખવા ઇચ્છીએ, એને લાંબા સમયગાળા સુધી કામમાં લાવવા ઇચ્છીએ, તો આપણે એના અંગ-પ્રત્યંગને સાફ અને ઠીક રાખવા પડશે. આ ઉપયોગી પુસ્તકમાં માનવ શરીરની રચના વિશે વિસ્તારથી બતાવવામાં આવ્યું છે તથા યોગાસનો દ્વારા એને સ્વસ્થ રાખવાના ઉપાય પણ બતાવવામાં આવ્યા છે.