લેખિકા પરિચય : શ્રીમતી આશા પ્રસાદે ૧૯૫૪માં પટના વિશ્વવિદ્યાલયથી એમ.એ. (હિન્દી) કર્યા પછી કોલમ્બિયા (અમેરિકા) વિશ્વવિદ્યાલયથી ૧૯૫૭માં શિક્ષણ શાસ્ત્રમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. પાંચ વર્ષો સુધી પટના વિશ્વવિદ્યાલયમાં અધ્યાપન કર્યા પછી, તેઓ હવે પોતાનો પૂરો સમય લેખન અને પરિવારને આપી રહી છે. આ પુસ્તક એમના પાંચ વર્ષના અધ્યયનનું પરિણામ છે. વચ્ચે-વચ્ચે સ્વામી વિવેકાનંદ, સુભાષચંદ્ર બોસ તથા પ્રભાવતી અને જયપ્રકાશ નારાયણ પર એમના નિબંધ 'ધર્મયુગ' અને 'સાપ્તાહિક હિન્દુસ્તાન'માં પ્રકાશિત થતા રહ્યા હતા. આજકાલ તેઓ કસ્તૂરબા, કમલા નેહરૂ અને પ્રભાવતીની જીવન-કથા લખવામાં વ્યસ્ત છે. પુસ્તકના પ્રથમ સંસ્કરણ પર શ્રીમતી પુષ્પા ભારતી : એમણે (સ્વામી વિવેકાનંદે) પોતાના શિષ્યો અને સાથીઓમાં જનહિત માટે પોતાનું જીવન ઉત્સર્ગ કરવાની જે પ્રકારે પ્રેરણા ભરી હતી, એના અનેકાનંત્ક પ્રસંગ અત્યંત રોચક શૈલીમાં શ્રીમતી આશા પ્રસાદે પોતાની પુસ્તકમાં પ્રસ્તુત કર્યા છે. એવા અણમોલ પ્રસંગોને એકત્ર કરવા ખરેખર અથાગ પરિશ્રમ સાધ્ય કાર્ય છે. શ્રીમતી પ્રસાદ અભિનંદન અને આભારને પાત્ર છે. આ પુસ્તક એક સાચ્ચા તપસ્વીનું ચિત્ર પ્રસ્તુત કરે છે, જેણે નગ્ન, ભૂખ્યા, દલિતો, પતિતોના ઉદ્ધારમાં ઈશ્વરની પ્રાપ્તિનો માર્ગ શોધ્યો હતો. તેઓ એ સાધુઓથી અલગ પ્રકારના હતા, જે નાના-મોટા ચમત્કાર બતાવવા અને પોતાની ચારે તરફ ધનવાન, પ્રસિદ્ધ ભક્તોની ભીડ એક્ઠી કરવી જ ભારતીય અધ્યાત્મનો ઉત્કર્ષ માને છે. આજે જ્યારે દેશનો યુવક વર્ગ નેતૃત્વવિહીન થઈને ભટકી રહ્યો છે, એને આ પુસ્તક એક નવી પ્રેરણા આપી શકે છે. વિવેકાનંદે યુવકોથી કહ્યું હતું, 'પહેલાં ખુદ પર વિશ્વાસ કરો, પછી ઈશ્વરમાં, મુઠ્ઠીભર શક્તિ સંપન્ન મનુષ્ય સંસારને હલાવી શકે છે, આપણે જરૃર છે એક હૃદયની, જે સંવેદના અનુભવ કરી શકે, એક મસ્તિષ્કની જે વિચારોને પકડી શકે, અને એક દૃઢ ભુજાની જે કામ કરી શકે... વિશ્વનો ઇતિહાસ એ થોડા લોકોનો ઇતિહાસ છે, જેમને ખુદ પર વિશ્વાસ હતો. વિશ્વાસથી મનુષ્યની અંદરની દેવી શક્તિ જાગી ઉઠે છે. તમે કશું પણ કરી શકો છો ત્યારે.''