સ્વામી વિવેકાનંદ ભારતના એક મહાન ધાર્મિક અને આધ્યાત્મિક સંત હતા. તેઓએ વિદેશમાં પણ હિંદુ ધર્મનો પ્રચાર કર્યો હતો, લોકોને એના મહત્વનો પરિચય કરાવ્યો. તેમનું વાસ્તવિક નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેઓ અલ્પાયુથી જ ધ્યાનમગ્ન રહેવાનું પસંદ કરતા હતા. એ મહાન વ્યક્તિત્વએ યુવાન પેઢીને પ્રબુદ્ધ હોવાનો સંદેશ આપ્યો. કન્યાકુમારી સ્થિત ‘વિવેકાનંદ સ્મારક’એમના કઠોર પરિશ્રમ અને ધ્યાનનું પ્રતીક છે. તેઓએ એજ સ્થળ પર વિશ્વ શાંતિ માટે ધ્યાન અને પ્રાર્થનાની ક્ષણો વ્યતીત કરેલ હતી.