સ્વામી વિવેકાનંદ ભારતની મહાન તેમજ સન્માનનીય વ્યક્તિઓમાંથી એક હતા. એમનું વાસ્તવિક નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેઓ રામકૃષ્ણ પરમહંસના મુખ્ય શિષ્ય પણ કહેવાય છે.
તેઓ બે મહાન સંગઠનો- રામકૃષ્ણ મિશન તેમજ રામકૃષ્ણ મઠના સંસ્થાપક હતા. એમણે પશ્ચિમી જગતમાં વેદાંતના હિન્દૂ દર્શન તેમજ યોગના પ્રચાર માટે આખું જીવન લગાવી દીધું. એમણે ૧૯મી સદીમાં, હિન્દુત્વને પ્રમુખ વિશ્વધર્મના સ્તર પર લાવવાનું પ્રશંસનીય કાર્ય કર્યું.