સૂચનાના અધિકાર એક મૌલિક અધિકાર છે. બધા વિકાસશીલ દેશોમાં સૂચનાના અધિકાર જનતાને પ્રાપ્ત છે અને ભારતમાં પણ આ અધિકારની વ્યવસ્થા થોડા વર્ષો પહેલાં જ કરવામાં આવી છે, જેથી આમ જનતા સરકારી કામકાજોની ઊંડાઈ સુધી જઈને સરકારથી સવાલ કરી શકે. સૂચનાની જાણકારી હોવા પર લોકોને સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની જાણ થાય છે. એનાથી સરકારી તંત્રના ખોટા ઉપયોગ પર રોક લાગે છે.
વર્ષ ૨૦૦૫માં ‘‘સૂચનાના અધિકાર અધિનિયમ’’ સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યા. સૂચનાના અધિકાર કાયદા જનતાને સાર્વજનિક અધિકૃતિઓ અને બીજી સરકારી સંસ્થાઓથી સૂચના કે જાણકારી લેવા માટે મજબૂત બનાવે છે. સૂચનાના અધિકાર અધિનિયમ, ખુલ્લાપણું અને પ્રામાણિકતાનો નવો સમય લાવવાવાળું એક સશક્ત યંત્ર છે. આ કાયદાની જાણકારી લોકોને પણ થાય અને તેઓ લોકહિતમાં એનો ઉપયોગ બેઝિઝક કરી શકે, પ્રસ્તુત પુસ્તકને પ્રકાશિત કરવાનો એક માત્ર ઉદ્દેશ્ય એ જ છે.