રવીન્દ્રનાથ ટાગોરનું નામ ભારતીય સાહિત્ય અને સંગીતના ક્ષેત્રમાં ખૂબ જ સન્માનપૂર્વક લેવામાં આવે છે. પ્રેમથી લોકો એમને ગુરુદેવના નામથી બોલાવે છે. તેઓ કવિ, સંગીતકાર, લેખક, શિક્ષાવિદ્ અને ચિત્રકાર પણ હતા. ગુરુદેવને એમની અપ્રતિમ સેવાઓ માટે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યાં, જેમાં સૌથી પ્રમુખ નોબલ પુરસ્કાર છે. એમણે પોતાની રચનાઓના માધ્યમથી પ્રેમ, એકતા, ભાઈચારો અને શાંતિના સંદેશ ફેલાવ્યા. જીવનમાં પ્રેરણાનો સંચાર કરવાવાળા રવીન્દ્રનાથ ટાગોરના જીવનનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત છે.