પોંગલ દક્ષિણ ભારતનો અને ખાસ કરીને તમિલનાડુનો એક મહત્ત્વપૂર્ણ કૃષિ તહેવાર છે, જે ઠંડીઓના અંત અને વસંત ઋૃતુના આગમન પર મનાવવામાં આવે છે. જ્યારે મકર રાશિમાં સૂર્યની સંક્રાન્તિ થાય છે અને ઉત્તરાયણ પુષ્યકાળ થાય છે, ત્યારે જ એને મનાવવામાં આવે છે. એક વર્ષમાં સૂર્ય મકર રાશિથી કર્ક રાશિ સુધી ઉત્તરાયણ (ઉત્તરમાં વાસ કરતો) રહે છે અને કર્કથી મકર રાશિ સુધી દક્ષિણાયણ. આ સમયગાળો લગભગ ૬-૬ મહીનાનો હોય છે. ઉત્તરાયણ શુભ સમય માનવામાં આવે છે.