કેરલ ભારતના અત્યંત સુંદર પ્રદેશોમાંથી એક છે. એની પ્રાકૃતિક સુંદરતા અને નયનરમ્ય દૃશ્ય મંત્રમુગ્ધ કરવાવાળા હોય છે. આ જ પ્રાકૃતિક સુંદરતા અને આકર્ષણને કારણે આ પ્રદેશને 'ઈશ્વરનો પોતાનો દેશ' પણ કહેવામાં આવે છે. આ પ્રદેશનો સૌથી પ્રસિદ્ધ તહેવાર છે -ઓણમ્. દસ દિવસો સુધી ચાલવાવાળા આ તહેવારમાં કેરલની સાંસ્કૃતિક પરંપરા પોતાના સર્વોત્તમ રૃપમાં પ્રગટ થાય છે.