ક્રિમસ ઈસાઈઓનો સૌથી મહત્ત્વપૂર્ણ તહેવાર છે તથા ભારતના રાષ્ટ્રીય તહેવારોમાંથી એક છે. આ દિવસે પ્રતિવર્ષ ૨૫ ડિસેમ્બરે ઈસા મસીહનો જન્મ દિવસ મનાવવામાં આવે છે. ઈસા મસીહ 'ઈશ્વરના પુત્ર' કહેવાય છે, જે આ ધરતી પર માનવ જાતિની બુરાઈથી રક્ષા માટે આવ્યા હતા. તેઓ માનવ જાતિ માટે સૌથી મોટા માર્ગદર્શક, ઉપદેશક તેમજ ઉપચારક હતા. એમણે સંસારને શાંતિ, પ્રેમ તેમજ ધૈર્યનો સંદેશ આપ્યો.