છત્રપતિ શિવાજી ભારતીય ઇતિહાસમાં એક વીર નાયક રહ્યાં. મહાન લડવૈયા તરીકે ઓળખવામાં આવતા શિવાજી મરાઠા સામ્રાજ્યના જનક માનવામાં આવે છે. એમણે સ્વતંત્ર હિન્દૂ રાજ્ય, 'હિંદવી સ્વરાજ્ય'ની સ્થાપના કરી.
શિવાજીએ મોગલ શાસકોના અત્યાચારથી લોકોને બચાવવા માટે પોતાનું જીવન બલિદાન આપી દીધું. ખાસ કરીને ઔરંગજેબના અત્યાચારોથી લોકોની રક્ષા કરી, જેનાથી 'શિવાજી ભોંસલે'ને લોકોએ 'છત્રપતિ શિવાજી'નું નામ આપ્યું.
જીવનમાં પ્રેરણાનો સંચાર કરવાવાળા છત્રપતિ શિવાજીના જીવનનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત છે.
આખી દુનિયામાં ભારતીય મહાપુરુષોની કોઈ બરાબરી નથી. આ મહાપુરુષોએ દુનિયાભરમાં પોતાના વિવેક, વિદ્વતા, સાહસ તેમજ સંઘર્ષની લોખંડી હિંમત સાબિત કરી છે. જૂનિયર ડાયમંડ તરફથી પ્રકાશિત 'ભારતના મહાપુરુષ' શ્રૃંખલામાં આ મહાપુરુષોના પ્રેરક જીવન ચરિત્ર આપવામાં આવ્યા છે. જીવન ચરિત્રને આ શ્રૃંખલામાં ખૂબ જ રોચક શૈલી તેમજ સરળ ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાથી ઓતપ્રોત એમનું જીવનચરિત્ર બાળકોના વ્યક્તિત્વને નિખારવામાં પ્રેરણાદાયક કાર્ય કરશે. આ મહાપુરુષોની મહેનત, એમનું સમર્પણ અને વિચારધારા બાળકોના મન-મસ્તિષ્ક પર ઊંડી છાપ છોડશે.