આ પુસ્તકમાં થોડી અન્ય જાણકારીઓ પણ આપવામાં આવી શકાતી હતી, ઉદાહરણરૃપે વિભિન્ન સ્થળોની હૉટલોના સરનામાં અને ફોન નંબર વગેરે, પરંતુ એની કોઈ વિશેષ જરૃર નથી પડતી, અને કોઈ પણ શહેરમાં હૉટલોના નામ પણ પુષ્કળ હોય છે, અને સમયોસમય ટેલીફોન નંબરોમાં પરિવર્તન થયા કરતું હોય છે આવી સ્થિતિમાં દુવિધા થાય છે અને. પુસ્તકની ઉપાદેયતા પણ ઓછી પ્રતીત થાય છે. તેથી, પ્રસ્તુત પુસ્તકમાં માત્ર એવા જ તથ્યોનો સમાવેશ કરવામાં આવેલો છે, જે અનિવાર્યપણે જરૃરી અને અપરીવર્તનીય છે. અંતમાં, આ પુસ્તક મૂળ રૃપે પર્યટનના શોખીન વ્યક્તિઓ માટે લખવામાં આવેલું છે. મેં પોતાના તરફથી દરેક પ્રકારની જરૃરી જાણકારીઓ ઉપલબ્ધ કરાવાની સંપૂર્ણ ચેષ્ટા કરી છે, જેથી વાચક વર્ગને ભરપૂર લાભ પ્રાપ્ત થાય અને આ પુસ્તક દરેક માટે ઉપયોગી- સિદ્ધ થાય; તેમ છતાં આ સંદર્ભમાં આપના સૂચનો આમંત્રિત છે.