જન્મથી કોઈપણ વ્યક્તિ જીનિઅસ નથી હોતો, એના માટે સખત મહેનત, લગન અને ધૈર્યતાથી સ્વયંને જીનિઅસ બનાવી શકાય છે, પરંતુ આનાથી પણ મહત્ત્વપૂર્ણ વાત જે છે, તે વાત એ છે કે પોતાની અંદર છુપાયેલી આવડત અને પ્રતિભાની ખબર હોવી તેમજ એને સાચા સમયે સાચા સ્થાન પર પ્રદર્શિત કરવી. આમ કરવાથી તમે ફક્ત જીનિઅસ નથી બનતા, પરંતુ બીજાઓને પણ પ્રભાવિત કરી શકો છો. આ પુસ્તકમાં પોતાની અંદર છુપાયેલી પ્રતિભાનો વિકાસ કરીને પોતાને જીનિઅસ બનાવવાની ટિપ્સ આપવામાં આવી છે.
ચાઇલ્ડ કાઉન્સિલર અપર્ણા મજૂમદાર દ્વારા લખાયેલા આ પુસ્તકમાં બાળકોની વાર્તાઓ, સૌંદર્ય તેમજ મહિલાઓથી સંબંધિત કેટલીક પુસ્તકો તથા ૧૦૦૦થી વધારે રચનાઓ તેમજ ૫૦૦થી વધુ વાર્તાઓ પ્રકાશિત થઈ ચૂકી છે. ગૃહલક્ષ્મી સહિત અન્ય કેટલીય પત્ર-પત્રિકાઓ ઉપરાંત આકાશવાણીના કેટલાય કાર્યક્રમોમાં આની રચનાઓ પ્રકાશિત અને પ્રસારિત થઈ ચૂકી છે.