યોગાસન શીખવા એટલું મુશ્કેલ નથી, જેટલું બાળકો સમજે છે. આમ પણ આજકાલ આખું વિશ્વ યોગામય થતું જઈ રહ્યું છે. એવામાં આપણા બાળકો પણ યોગાસન કરવાનું શીખી જાય, તો એમાં ખરાબી શું છે? યોગાસન કરવા માત્રથી ના ફક્ત બાળકો સ્વસ્થ રહેવાનું શીખી જશે, બલ્કે નિરોગી પણ રહી શકે છે. આ પુસ્તક બાળકોને યોગાસન કરવાનું શીખવાડશે, જેને તેઓ જાણવા તેમજ સમજવા ઇચ્છે છે. કહે છે કે કોઈ પણ કામને એકાગ્રતાથી કરવું જ યોગ છે, તો પછી તમે પણ એકાગ્ર મનથી એને શીખવાની દિશામાં આગળ વધો અને શીખો યોગ.
વર્તમાન સમયમાં યોગનું વધી રહેલું પ્રચલન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ૨૧ જૂન, ૨૦૧૫ને પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૃપમાં મનાવ્યા પછી સંપૂર્ણ વિશ્વમાં લોકો યોગ તરફ આકર્ષિત થયા છે. આ જ કડીમાં યોગ વિશે સમુચિત જાણકારી પ્રદાન કરવા માટે ડાયમંડ બુક્સે 'બાળકો શીખો ખેલ-ખેલમાં યોગ' પુસ્તક પ્રકાશિત કરી છે, જે ના ફક્ત બાળકોને યોગના ફાયદા બતાવે છે, બલ્કે યોગાસનની સરળ વિધિઓ દ્વારા એમને સ્વસ્થ, નિરોગ અને ફુર્તીલા રહેવાની રીતો પણ શીખવાડે છે. તો આવો બાળકો શીખીએ ખેલ-ખેલમાં યોગ.