સામાન્ય જ્ઞાન (GK) વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં અનિવાર્ય ઘટક છે. જ્ઞાનથી યુક્ત વ્યક્તિ ઉચ્ચ મૂલ્યાંકન પ્રાપ્ત કરીને સિદ્ધિ તથા સફળતાઓના શીખર પ્રાપ્ત કરે છે. સામાન્ય જ્ઞાન વિવિધ માહિતી ઉપલબ્ધ કરાવીને વધુ સારા નિર્ણય લવામાં મદદરૃપ બને છે. સામાન્ય જ્ઞાનથી ભરપૂર વ્યક્તિ પોતાના લક્ષ્યથી ભટકતો નથી. સામાન્ય જ્ઞાન (GK) શિક્ષણના વિસ્તારને વિશાળ બનાવીને વ્યક્તિની પ્રતિભાને નિખારે છે. તે વ્યક્તિના સેન્સ ઑફ હ્યૂમરને વધુ સક્ષમ બનાવે છે. સામાન્ય જ્ઞાન વ્યક્તિની સર્જનાત્મતામાં વધારો કરે છે અને નવીન શોધમાં મદદરૃપ સાબિત થાય છે. સકારાત્મક વલણ એ સામાન્ય જ્ઞાનની સૌથી પ્રબળ અસર છે. આઈ.એ.એસ., આઈ.પી.એસ. સહિતની મહત્ત્વની પરીક્ષાઓમાં સામાન્ય જ્ઞાનનો ખૂબ જ મોટો ફાળો હોય છે. જે વ્યક્તિ પાસે સામાન્ય જ્ઞાનનું હથિયાર હોય છે, તે જીવનના કોઈપણ પ્રકારના પડકારનો સામનો સરળતાથી કરવામાં સક્ષમ બની જાય છે.