આજના ભૌતિકવાદી જીવનમાં ધનની મહત્તાને નકારી નથી શકાતી. ધન સાધ્ય ભલે જ ના હોય, પરંતુ આ સૌથી મોટું સાધન છે. ઉચ્ચ વ્યક્તિથી લઈને સામાન્ય વ્યક્તિ સુધી ધનની આ મહત્ત્વની આવશ્યકતાનો સ્વીકાર કરે છે. દરેક વ્યક્તિ વિભિન્ન માધ્યમોથી ધન કમાવાનો પ્રયત્ન કરે છે અને એને પોતાના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે સંગ્રહીત પણ કરે છે. ધન સંગ્રહનું એક માધ્યમ બેન્કિંગ પ્રણાલી પણ છે, જ્યાં આપણું ધન પૂર્ણ રીતે સુરક્ષિત અને સંયમિત રહે છે. પરંતુ બેન્કિંગ વ્યવસ્થામાં ધનની વૃદ્ધિ એટલી તીવ્રતાથી નથી થતી, જેટલી તીવ્રતા વર્તમાનની માંગ છે. એવામાં આપણે જો થોડાં વિવેક અને જાગૃકતાની સાથે પોતાના ધનને વિસ્તૃત ક્ષેત્રની તરફ લઈ જઈએ, તો ધન વર્તમાન માંગ અનુરૃપ જ વિકાસ કરે છે અને એના માટે સૌથી ઉચિત અને સુરક્ષિત ક્ષેત્ર છે શેર બજાર.
શેર બજાર ખજાનાની ચાવી છે પરંતુ એને પૂરી રીતે સમજવા માટે આ પુસ્તકને ધ્યાનપૂર્વક વાંચો.