સમ્રાટ અશોક બાળપણથી જ જિજ્ઞાસુ અને બહાદુર હતા આથી એમના પિતા બિન્દુસાર બાળપણથી જ શિકાર કરવાના સમયે એમને હંમેશાં પોતાની સાથે લઈ જતા હતા. અશોકની માતા- દેવી ધર્મા એનાથી ખૂબ પ્રેમ કરતી હતી, પરંતુ એનો મોટો ભાઈ સુશીમ અશોકથી નફરત કર્યા કરતો હતો. અશોકે પોતાના જીવનને ક્યારેય રોકાવા નથી દીધું અને જનતાની ખૂબ જ દયા-ભાવથી સેવા કરી. આથી રાજ્યની જનતાએ પણ એમને ખૂબ પ્રેમ આપ્યો. સમ્રાટ અશોકે એક તરફ દાદાની રાજ્ય વિસ્તાર નીતિને અપનાવી, ત્યાં જ બીજી તરફ પિતા બિન્દુસારની 'મિત્રતાપૂર્ણ' નીતિનો વિસ્તાર કર્યો. અશોકે કલિંગ રાજ્યને ફરીથી મૌર્ય સામ્રાજ્યમાં મિલાવવાનો પ્રયત્ન કર્યો કેમ કે કલિંગ પહેલાં પણ મૌર્ય સામ્રાજ્યનો હિસ્સો હતો. કલિંગ રાજ્યએ અશોકના પ્રસ્તાવને મનાઈ કરી દીધઈ અને અશોકને મજબૂર થઈને તલવાર ઉઠાવવી પડી. યુદ્ધમાં લાખો લોકોની મૃત્યુએ અશોકના હૃદયને પરિવર્તિત કરી દીધું અને એણે બૌદ્ધ ધર્મ અપનાવીને માનવ કલ્યાની નીતિને અપનાવી લીધી. જે પ્રકારે મૌર્ય રાજ્યના મહામંત્રી ચાણક્યએ ચન્દ્રગુપ્તનો દરેક સમયે સાથ આપ્યો હતો, એ જ પ્રકારે ચાણક્યના શિષ્ય રાધાગુપ્તે પણ અશોકના સેનાપતિના રૃપમાં સમ્રાટ અશોકને 'મહાન' સમ્રાટ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. મને આશા જ નહીં, પૂરો વિશ્વાસ છે કે આ પુસ્તકને વાંચીને તમને અધિકથી અધિક રોચક જાણકારીઓ પ્રાપ્ત થઈ હશે.