ઊંડા અંધકાર પછી જે રીતે સુખની સવાર થાય છે, બરાબર એ જ રીતે દરેક ‘હાર’ પછી ‘જીત’ની પ્રબળ પ્રસન્નતાની ક્ષણ આવે છે. ‘હાર’ની તીવ્ર થપાટ જ ‘જીત’ની શક્તિ પ્રદાન કરે છે. ઓકના ઝાડ વિપરીત હવાના દબાણથી જ પોતાના મૂળીયાં મજબૂત કરે છે. આ પુસ્તક ‘હાર પછી જ જીત છે’માં પ્રખ્યાત લેખકે ‘હાર’ અને ‘જીત’ના આ જ દર્શનને ખૂબ જ સહજતાથી રોચક તથ્યોની સાથે પ્રસ્તુત કરી છે.
શ્રી જોગિન્દરસિંહ પહેલાં ભારતીય પોલિસ સેવામાં હતા.તેઓ ૧૯૬૧ થી ૧૯૯૭ સુધી તેમની વિશિષ્ટ સેવાઓ આપ્યા પછી સી.બી.આઈ. ડાયરેક્ટરના રૂપમાં સેવા નિવૃત્ત થયાં. એમના અનુસાર, એમના સ્વર્ગીય પિતા મહંત કરતારસિંહજી એક ખૂબ જ મોટા સકારાત્મક ચિંતક હતા. શ્રી સિંહ અનેક સમાચાર પત્રોના પ્રસિધ્ધ કટાર લેખક, લેખક, વિચારક અને સ્ટાઈલિસ્ટ છે. તેઓ અત્યાર સુધી ૩૫ પુસ્તકોની રચના કરી ચૂક્યા છે, જેમાંથી કેટલીક પ્રકાશાધિન છે. એમની કેટલીક પુસ્તકોનંુુ ભાષાંતર, બધી ભારતીય ભાષાઓ ઉપરાંત ઈન્ડોનેશિયાઈ ભાષામાં પણ થયું છે. એક લેખક અને પ્રેરક વક્તાના રૂપમાં એમની માંગ વધારે રહે છે, કેમકે એમની ૧ર પુસ્તકો આત્મસુધાર અને આત્મવિકાસ પર કેન્દ્રિત છે. અંગ્રેજી અને દેશી ભાષાઓના રાષ્ટ્રીય અને પ્રાંતીય સમાચાર પત્રોમાં એમના લેખ નિયમિત રૂપથી પ્રકાશિત થતાં રહે છે. એમના લેખનથી એમના જ્ઞાનના વિવિધ વિસ્તાર અને વ્યક્તિત્વના અનેક પાસા પ્રતિબિંબિત થાય છે.