પોતાની વિલક્ષણ બુદ્ધિ અને જ્ઞાન માટે સુપ્રસિદ્ધ ચાણક્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના પ્રધાનમંત્રી અને સલાહકાર પણ હતા. તેઓ તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં એક પ્રોફેસરના રૃપમાં નિયુક્ત હતા. ચાણક્ય નાણાં, વાણિજ્ય અને રાજનીતિ વિષયના વિદ્વાન હતા.
ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી માનવામાં આવનાર ચાણક્યના અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર નામના ગ્રંથ ભારત માટે એક ધરોહર છે.
ચંદ્રગુપ્ત મૌર્યએ ચાણક્યની મદદથી નંદ સામ્રાજ્ય પર વિજય મેળળ્યો અને મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. જીવનમાં પ્રેરણાનો સંચાર કરવાવાળા ચાણક્યના જીવનનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત છે.
આખી દુનિયામાં ભારતીય મહાપુરુષોની કોઈ બરાબરી નથી. આ મહાપુરુષોએ દુનિયાભરમાં પોતાના વિવેક, વિદ્વતા, સાહસ તેમજ સંઘર્ષની લોખંડી હિંમત સાબિત કરી છે. જૂનિયર ડાયમંડ તરફથી પ્રકાશિત 'ભારતના મહાપુરુષ' શ્રૃંખલામાં આ મહાપુરુષોના પ્રેરક જીવન ચરિત્ર આપવામાં આવ્યા છે. જીવન ચરિત્રને આ શ્રૃંખલામાં ખૂબ જ રોચક શૈલી તેમજ સરળ ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાથી ઓતપ્રોત એમનું જીવનચરિત્ર બાળકોના વ્યક્તિત્વને નિખારવામાં પ્રેરણાદાયક કાર્ય કરશે. આ મહાપુરુષોની મહેનત, એમનું સમર્પણ અને વિચારધારા બાળકોના મન-મસ્તિષ્ક પર ઊંડી છાપ છોડશે.