ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ભારતીય લોકતંત્રના પ્રતીક બની ગયા છે. તેઓ એ ઉદાહરણને ચરિતાર્થ કરે છે કે, સામાન્ય ઘરમાં જન્મેલો કોઈ બાળક અશક્ય પરિસ્થિતિઓમાં પણ પોતાનું ભાગ્ય ખુદ લખી શકે છે. આજે તેઓ દલિતો, શોષિતો અને નબળા વર્ગોના જ નહીં બલ્કે દેશના દરેક નાગરિક માટે સફળતાના સિદ્ધાંતોના એવા ઉદાહરણ બની ગયા છે, જેને અપનાવીને કોઈ પણ સફળ થઈ શકે છે. આ પુસ્તક માત્ર એક મહાન માણસનું જીવનચરિત્ર નથી, આ પુસ્તક પોતાના ભાગ્યને નિખારવાના સંઘર્ષમાં જીતની સુનિશ્ચિત રણનીતિનો એક દસ્તાવેજ છે.
અનેક રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત અને કેટલીય ભાષાઓમાં પ્રકાશિત ૩૨ બેસ્ટ સેલિંગ પુસ્તકોના લેખક અશોક કુમાર શર્માએ આ શોધપૂર્ણ પુસ્તકમાં આપણાં નવા રાષ્ટ્રપતિ વિશે પરત દર પરત દુર્લભ, નવી, પ્રામાણિક તથા અનોખી જાણકારીઓને ખૂબ ઓછા સમયમાં એક્ઠી કરીને અત્યંત રોચક ઢંગથી પ્રસ્તુત કરી છે.