વિશ્વકર્મા વિશ્વ એ કલા કારીગરી અને કૌશલ્યને ઉજાગર કરતું પારિવારિક મેગેઝીન છે વિશ્વકર્મા વિશ્વનો પ્રારંભ વિશ્વકર્મા જયંતી 2004થી થયો. પૂ. મોરારિબાપુના હસ્તે વિશ્વકર્મા વિશ્વાનુંમ વિમોચન થયું. વિશ્વકર્મા વિશ્વના વિમોચન પ્રસંગે પૂ. બાપૂએ એવા આશિર્વાદ આપ્યા હતા કે વિશ્વકર્મા વિશ્વ વડે સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ એક બને. વિશ્વકર્મા વિશ્વનો દશમાં વર્ષમાં પ્રવેશ થતાં વિશ્વકર્મા વિશ્વ હાલ દશાબ્દી પર્વ ઉજવી રહ્યું છે. આ દશાબ્દી પર્વમાં જ વિશ્વકર્મા વિશ્વએ રીડવેર અને મેગ્ઝ્તારા જેવા કરોડો વાંચક વર્ગ ધરાવતા ઓનલાઈન મેગેઝીન સ્ટોરમાં ટાઈમ્સ, ફોર્બ્સ, ઈન્ડિયા ટુડે, જેવા આંતરરાષ્ટ્રિય કક્ષાના મેગેઝીનની હરોળમાં સ્થાન લીધું છે. વિશ્વકર્મા વિશ્વ આર્કિટેક્ટ, ઇન્ટીરીયર ડિઝાઈનર, બિલ્ડર્સ, ફર્નિચર કોન્ટ્રાકટર, ઈન્ડસ્ટ્રીઝ, વુડન, મશીન ટુલ્સ, જેવી ઈન્ડસ્ટ્રીઝ તેમજ કલા-કારીગરી અને કૌશલ્ય સાથે જોડાયેલા પોણો લાખ જેટલા વાંચકોના હ્રદયમાં સ્થાન મેળવ્યું છે. ઉપરાંત રાજ્યભરની લાઈબ્રેરીઓમાં પણ વિશ્વકર્મા વિશ્વ હજારો લોકો વાંચે છે. સમાજનો વિકાસ થાય તે બાબત ધ્યાનામાં રાખી વિશ્વકર્મા વિશ્વ શૈક્ષણીક પ્રવૃતિઓને ઉત્તેજન આપી રહ્યું છે. અને પ્રતિ વર્ષ શિક્ષણીક વિશેસાંક દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવામાં વિશ્વકર્મા વિશ્વ સિંહફાળો આપી રહ્યું છે.