Akram Youth Gujarati


Top Clips From This Issue
જય સચ્ચિદાનંદ મિત્રો, તમને ક્યારેય એવું લાગ્યું છે કે જન્મથી જ આપણને ‘આપણો ધર્મ કયો છે’ એના વિષે સજાગ અને સતર્ક કરવામાં આવે છે આપણે જૈન છીએ કે વૈષ્ણવ છીએ કે શીખ છીએ, વગેરે વગેરે. આ દુનિયામાં અનેક રીલેટીવ ધર્મો છે અને લગભગ બધાં જ પોતાના વડવાઓ એ બતાવેલો ધર્મ જ પોતાનો ધર્મ છે એમ માનીને, એમના કહ્યા પ્રમાણે કે શાસ્ત્રો અનુસાર ધર્મનું પાલન કરે છે. આ અંકમાં અમૂક રીલેટીવ ધર્મો અને એ ધર્મોની અધ્યાત્મ વિષેની માન્યતાઓ જાણીએ. બીજી બાજુ, જ્ઞાનીપુરુષની દ્રષ્ટિએ અધ્યાત્મ શું છે એની પણ સમજ મેળવીએ. આમ રીયલ અને રીલેટીવને લગતા શબ્દોની વચ્ચે ઝોલાં ખાઈને સાર શોધવાનો આ સારો મોકો છે. ઝૂલવાનો આંનદ માણો!