Akram Youth Gujarati


Top Clips From This Issue
તમે ક્યારેય જીવનનો હેતુ શું છે એ વિચાર્યું છે આપણે બધા ઉત્ક્રાંતિના સિદ્ધાંત વિષે અને ‘માનવ વિકાસના સૌથી ઉચ્ચ સ્થાને છે’ તે જાણીએ છીએ. આપણે સૌએ થોડા ‘થોભી’ આપણી દૈનિક પ્રવૃત્તિઓ વિષે વિચારવાની જરૂર છે. આપણે શું આપણી રોજિદી જરૂરિયાતો પરિપૂર્ણ કરનાર યંત્ર માત્ર બનીને રહી ગયા છીએ દાદાશ્રી કહે છે, “આપણે ક્યાં મથામણ કરી રહ્યા છીએ એની આપણને ખબર હોવી જોઈએ.આપણે આપણું ધ્યેય નક્કી કરી તેને હાસલ કરવા માટેના નિયમોનું પાલન કરવું જોઈએ અને ક્યારેય દિશાવિહીન તો ન જ રહેવું જોઈએ. એક વૃક્ષ ફૂલ, ફળ તથા પાંદડાનો ભાર સહે છે પણ તે બધું જ બીજાને વાપરવા આપી દે છે. વૃક્ષ પોતે તેમાનું કંઈ જ વાપરતું નથી. તેવી જ રીતે મનુષ્ય જીવન પારકાનાં સુખ માટે વાપરવું જોઈએ અને પારકાના વિકાસનું કારણ બનવું જોઈએ. પોતાના સમગ્ર જીવન દરમિયાન દાદાશ્રીની તીવ્ર ભાવના રહેતી કે “મને જે મળ્યો એ સુખ પામવો જ જોઈએ” પૂજ્ય નીરુમાએ આ મિશનને આગળ ધપાવ્યું અને અનુસરણ માટે માર્ગદર્શનનો સુયોગ્ય પ્રવાહ આપણા માટે વહાવતા ગયા. મનુષ્ય જન્મને સાર્થક કરનારંુ ઉમદા પ્રકારનું જીવન કેવું હોય તેનું માર્ગદર્શન આપતો આ અંક અમે પ્રસ્તુત કરીએ છીએ.