જય સચ્ચિદાનંદ, આ મહિનામાં પર્યુંષણનો દિવ્ય પર્વ હતો. આ પર્વે, અક્રમયુથની ટીમઆપ સર્વેને એક વિશેષ પ્રશ્નના જવાબની ખોજ માટે લઈ જવા માંગીયે છીએ, જે આપણા બધાના જીવનમાં જરૂર ઊભો થયો હશે.... “દર વખતે મારે જ ઝેર પીવાનાં... કેમ”
આ પ્રશ્નના ઉત્તરમાં પૂજ્યશ્રી એક યુવાનને પ્રકૃતિનું બંધારણ સમજાવતા કહે છે કે, “જે આ ઝેર પી શકે તેજ શિવ બની શકે.” દાદાશ્રીના પુસ્તક “ભોગવે એની ભૂલ”માંથી આપણે આ પ્રશ્ન પર પ્રકાશ પાડીશું... આ સર્વ અવરોધો કઈ રીતે વિજય તરફના પગથિયા છે એ સમજવા એક અનોખી સ્ટોરી વાંચીશું. પાછલા મહિને, ડા.એ.પી.જે કલામ સાહેબે આપણી વચ્ચેથી વિદાઈ લીધી. એમનું આદર્શ જીવન આપણને બધાને માર્ગદર્શન અને પ્રેરણા આપે એવું છે. મહાન વિભૂતીયો કઈ રીતે એમના
માર્ગે આવેલા અવરોધોને પોતાની વિજય યાત્રાના પગથિયા બનાવે છે, એ સમજણ સાચેજ જાણવા જેવી છે. આવો જ એક
અનુભવ એક યુવાને આ અંકમાં જીરટ્ઠિી કર્યો છે.