દોસ્તો,
અષાઢ મહિનાની પૂર્ણિમા ‘ગુરુ પૂર્ણિમા’ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે આપણે આ શુભ પર્વની ઉજવણી શુક્રવારે ૩૧મી
જુલાઈ એ ઉજવીશું. વર્ષોથી ઘણા મહાન વ્યક્તિ દ્વારા વિવિધ રીતે ગુરુનો મહિમા ગવાયો છે. પરંતુ સંત કબીરના આ દોહામાં ગુરુ ને
શ્રેષ્ઠ ભાવાંજલિ અપાઈ છે.દોહામાં ગુરુ અને ગોવિંદ પરમાત્મા બેવ ઊભા હોય, તો પહેલાં વંદન ના અધિકારી ગુરુ છે કારણ કે એમના થકી જ પરમાત્માની
ઓળખ થઈ છે. આ અંકમાં અમે ગુરુની મહત્તા અને તેમની અગત્યતા દર્શાવતા વિવિધ લેખો એકત્રિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને
સાથે સાથે ગુરુનાં કૃપા-પાત્ર બનવા એક શિષ્યમાં કેવા ગુણો હોવા જોઈએ તેનો પણ સમાવેશ કર્યો છે. આશા કરીએ કે આ લેખો
વાચકોને તેમની વ્યક્તિગત પ્રગતિ સાધવામાં મદદરૂપ સાબિત થાય.